રજબનો મહિનો
કેટલાક દિવસો અને મહિનાઓને પસંદ કરવું અને તેમને અન્ય કરતાં પ્રાથમિકતા આપવી એ યોગ્ય છે કે નહીં તેના વિશે જાણીએ
તમામ પ્રશંસા અલ્લાહ માટે છે, જે કુરાન માં ફરમાવે છે:
“અને તમારો રબ જે ઇચ્છે તે સર્જે છે અને પસંદ કરે છે.”
[અલ-કસસ 28:68]
તેની પસંદગી અને પ્રાથમિકતાનું એક પાસું એ છે કે તેણે કેટલાક દિવસો અને મહિનાઓ પસંદ કર્યા છે અને તેમને અન્ય કરતાં વિશેષતા આપી છે. મહિનાઓ માં, અલ્લાહ એ ચાર એવા મહિના પસંદ કર્યા છે, જેમને તેણે પવિત્ર બનાવ્યા છે.
“બેશક, અલ્લાહ ના દરબારમાં મહિનાઓ બાર છે (એક વર્ષમાં), અને આ નિયમ તે દિવસે નક્કી થયો હતો જ્યારે અલ્લાહ એ આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું હતું; તેમાથી ચાર પવિત્ર છે. આ સાચો ધર્મ છે, તેથી તે સમયમાં તમારું નુકસાન ન કરો…”
[અલ-તૌબાહ 9:36]
આ મહિના ચંદ્રની ગતિને આધારે ગણવામાં આવે છે, ન કે સૂર્યની ગતિ પ્રમાણે.
પવિત્ર મહિનાઓ કયા છે?
પવિત્ર મહિનાઓનો ઉલ્લેખ કુરઆનમાં છે, પરંતુ તેમના નામો નથી આપેલા. તેમના નામો હદીસ થી ઉલ્લેખિત છે.
અબુ બકરાહ (રજિયલ્લાહુ અન્હુ) કહે છે કે:
હુઝુર મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ પોતાનાં આખરી ખુતબા માં ફરમાવ્યું:
“સમય પોતાની ચક્ર પૂર્ણ કરી રહ્યો છે અને તે, તે દિવસની જેમ છે, જ્યારે અલ્લાહ એ આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું હતું. વર્ષ બાર મહિનાનું છે, જેમાંથી ચાર પવિત્ર છે: ત્રણ સળંગ મહિનોઓ – ઝુલ-કિઅદા, ઝુલ-હિજ્જા અને મોહર્રમ અને મુદરનો (રજબ), જે જુમાદા (જમાદી ઉલ આખીર) અને શાબાનની વચ્ચે છે.”
(સહી બુખારી, નં. 1741; અને સહી મુસ્લિમ, નં. 1679)
મુદર નો મહિનો રજબ કેમ કહેવાય છે?
1. સમયના સંરક્ષણ માટે:
મુદર કબીલા એ આ મહિનાના સમયનું યોગ્ય પાલન કર્યું હતું, જ્યારે અન્ય અરબ કબીલાઓ મહિના માટેની ગણતરીમાં ફેરફાર કરતા હતા, ખાસ કરીને યુદ્ધની સ્થિતિમાં.
2. મહિના ના સન્માન માટે:
મુદર કબીલા એ આ મહિનાને વિશેષ સન્માન આપ્યું હતું અને તેનું વિશેષ આદર રાખ્યું હતું, તેથી તે તેમના નામ સાથે જોડાયો.
કુરઆન પવિત્ર મહિનાઓના ફેરફાર કરવાની ટીકા કરે છે:
નસી (મહિનાને આગળ પાછળ કરવું) એક વધારાનું કુફર છે, જેના દ્વારા ઇનકારીઓ ગુમરાહ થાય છે. ક્યારેક કોઈ મહિના ને હલાલ ગણે છે અને ક્યારેક તે મહિના ને હરામ ગણે છે, જેથી અલ્લાહ દ્વારા નિર્ધારિત કરેલા પવિત્ર મહિનાઓની સંખ્યા પૂરી કરી શકે અને સાથે સાથે અલ્લાહ દ્વારા હરામ કરેલી વસ્તુઓને હલાલ પણ કરી શકે. તેઓના દુષ્કૃત્યો તેમના માટે સુંદર બનાવી દેવામાં આવ્યા છે, અને અલ્લાહ અહંકાર કરનારાઓને ક્યારેય હિદાયત આપતો નથી.
[અલ-તૌબા 9:37]
ચાર પવિત્ર મહિના
1. ઝૂલ-કઅદા – 11મો મહિનો (લોકો અમાન સાથે ઘરો થી હજ નું સફર શરૂ કરે છે.)
2. ઝૂલ-હિજ્જા – 12મો મહિનો (હજ માટેના દિવસો જેમાં શામેલ છે)
3. મોહર્રમ – 1મો મહિનો (લોકો અમાન સાથે ઘરો તરફ રવાના થાય છે.)(ઇસ્લામી વર્ષનો આરંભ)
4. રજબ – 7મો મહિનો (જુમાદા અને શાબાનની વચ્ચે)
રજબ નામે ઓળખાવાનું કારણ
ઇબ્ન ફારિસે પોતાની કિતાબ મુજમ મકાયીસ અલ-લુઘા (પૃષ્ઠ 445) માં લખ્યું છે:
રા, જીમ અને બા આ ત્રણ અક્ષરો એ મૂળ છે જેનો અર્થ છે કશાક ને અન્ય વસ્તુ સાથે મજબૂત કરવું અને સમર્થન આપવું. … આથી “રજબતુ’લ-શય’”નો અર્થ થાય છે કે મેં તેને શ્રદ્ધાથી સન્માનિત કર્યું. આ મહિને રજબ કહેવાય છે કારણ કે તેને શ્રદ્ધાથી સન્માનિત કરવામાં આવતો હતો, અને તે શરિયતમાં પણ શ્રદ્ધાથી સન્માનિત છે.
જાહિલીયત ના સમય ના લોકો રજબને મુનસ્સિલ અલ-અસિનાહ [અર્થાત, જે શસ્ત્રોના ટોચના ભાગોને તીક્ષ્ણ કરાવે છે] કહેતા.
અબુ રાજા અલ અતારિદી જણાવે છે કે:
“અમે એક પથ્થર પૂજતા જે શસ્ત્રોના ટોચના ભાગોને તીક્ષ્ણ કરવા માટે, અને જો વધુ સારું પથ્થર મળી જતું, તો પહેલા પથ્થરને ફેંકી દેતા અને નવા પથ્થરને અપનાવતા. જો પથ્થર ન મળતું, તો માટીના ઢગલા બનાવતા, પછી એક બકરી લાવતા અને તેનો દૂધ આ ઢગલા પર નાખતા, અને તેની તવાફ (ફેરા) કરતા. જ્યારે રજબનો મહિનો આવતો, તો અમે કહેતા કે મુનસ્સિલ અલ-અસિનાહ [અર્થાત, જે શસ્ત્રોના ટોચના ભાગોને તીક્ષ્ણ કરાવે છે], અને રજબના મહિના દરમિયાન કોઈ યુદ્ધ ન કરતા.”
(આ હકીકત બુખારી માં પણ છે).
અલ-બૈહકી કહે છે:
જાહિલીયતના લોકો પવિત્ર મહિનાઓનો ખાસ શ્રદ્ધાભાવથી સન્માન કરતા, ખાસ કરીને રજબના મહિને. તેઓ આ મહિને યુદ્ધ કરવા થી રોકાવતા.
રજબ માસ – એક પવિત્ર મહિનો
રજબ માસ પવિત્ર છે અને પવિત્ર મહિનાઓમાં આમાં પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આના વિશે અલ્લાહ કહે છે (અર્થ સાથે):
“હે ઈમાન વાળા! અલ્લાહના નિશાન ચિહ્નોની પવિત્રતાને ભંગ ન કરો, અને પવિત્ર મહિનાની પણ નહીં…”
[અલ-માઇદા 5:2]
આનો અર્થ છે કે આ મહિનાની પવિત્રતાને ભંગ ન કરો, જે અલ્લાહ તમને સન્માન આપવા માટે આજ્ઞા આપી છે અને તેને ભંગ કરવાની મનાઈ કરી છે. આમાં નારાજ કરનારા કામો અને ખોટી માન્યતાઓ બંનેનો સમાવેશ થાય છે.
અલ્લાહ વધુમાં કહે છે:
“તો આ મહિનાઓમાં પોતાને અન્યાય ના કરો…”
[અલ-તૌબા 9:36]
આમાંથી અર્થ થાય છે કે આ પવિત્ર મહિનાઓમાં પાપ કરશો નહીં. પવિત્ર મહિનાઓમાં પાપ કરવું વધુ ગંભીર છે, કારણ કે આ સમયને અલ્લાહ પવિત્ર ગણાવ્યો છે.
પવિત્ર મહિનાઓમાં યુદ્ધ
અલ્લાહ કહે છે:
“તે લોકો તારી પાસે પવિત્ર મહિનાઓમાં યુદ્ધ વિશે પૂછે છે. કહો: આ મહિનાઓમાં યુદ્ધ કરવું મોટો પાપ છે…”
[અલ-બકરાહ 2:217]
રજબ માં કુર્બાની કરવી (અતીરાહ)
જાહિલિયતના લોકો રજબમાં કુર્બાની (અતીરાહ) કરીને પોતાના મૂર્તિઓનું પૂજન કરતા. ઇસ્લામે આ પ્રથા નિરસ્ત કરી હતી અને કહ્યુ કે કુર્બાની ફક્ત અલ્લાહ માટે જ કરવી જોઈએ.
ફૂકહા એ કિરામ નું માનવું છે કે અતીરાહનું નિરસ્ત કરવું યોગ્ય છે. અબુ હુરૈરાથી મરવી હદીસમાં કહેવામાં આવ્યું છે:
“અતીરાહ કોઈ શય નથી.” (બુખારી અને મુસ્લિમ)
રજબ માં રોઝા
સહી હદીસો માં રજબ માં રોઝા રાખવા માટે ખાસ ઉપદેશ આપતી હદીસ ઉપલબ્ધ નથી.
રજબ માં ઉમરાહ વિશે
હદીસો માં મળે છે કે નબી (ﷺ) એ રજબ માં ઉમરાહ કર્યું નથી. જો રજબ માં ઉમરાહ કરવું અનુકૂળ હોય અને તેમાં કોઈ વિશેષ ફાઝીલત ની માન્યતા ન હોય, તો તેમાં કોઈ હર્જ નથી.
ઉપદેશ
રજબના મહિના ને કોઈ ખાસ ધાર્મિક અમલ માટે ધ્યાન કેન્દ્રિત કરવું ઇસ્લામિક શરિયતમાં ક્યાંય નથી. જે સારા કાર્ય નમાઝ, રોઝા, ઝકાત, સદકાત, ઉમરાહ વિગેરે વર્ષના બીજા મહીનામાં સ્વીકાર્ય છે, તે રજબ માં પણ છે.
વલ્લાહુ આલમ, વ રસુલુહુ આલમ.