22 રજબ ખીર કૂંડા ની હકીકત અને શરુઆત
22 રજબ ખીર કૂંડા એ ખાસ કરીને ભારતીય ઉપખંડમાં જાણીતી પરંપરા છે. આ પ્રથા ઇમામ જાફર સાદિકؑ , એહલે બૈત નાં ઈમામો માં થી એક ઇમામ છે એમની યાદમાં કરવામાં આવે છે.
શરુઆત અને હકીકત:
આ પ્રથા કુરઆન અથવા હદીસ પર આધારિત નથી.
આ એક સાંસ્કૃતિક પરંપરા છે, જેનું ઉદ્દેશ્ય ઇમામ જાફર સાદિકؑ ના ઇસાલે સવાબ માટે ખીર ઉપર નીયાઝ કરવાનું છે.
કોણે શરુ કર્યું?
આ શિયા સમાજમાં શરૂ થયેલી પરંપરા છે, કારણ કે ઇમામ જાફર સાદિકؑ શિયાઓના છઠ્ઠા ઇમામ છે અને એમના ફિકાહ નાં ઇમામ છે. જેમ એહલે સુન્નત માં ઇમામ અબુ હનીફા, ઇમામ માલિક, ઇમામ શાફઈ અને ઇમામ અહમદ બિન હંબલ છે.
આગળ જઇને ફાતેહા નિયાઝ અને અહલેબૈત માં માનવા વાળા સુન્ની સમાજમાં પણ આ પ્રથા અપનાવવામાં આવી.
ઉદ્દેશ્ય અને વિધિ:
22 રજબે ખીર બનાવવામાં આવે છે. ઇમામ જાફર સાદિકؑ નાં નામ થી ફાતેહા આપી ને ખીર સગા સબંધી, ગરીબો અને જરૂરિયાતમંદમાં ખવડાવવામાં આવે છે. કેટલાક લોકો કુરઆન ખવાની અને દૂઆઓ કરે છે.
22 રજબ – શું આ ઇમામ જાફર સાદિકનો વિસાલનો દિવસ છે?
નહીં, 22 રજબ એ ઇમામ જાફર સાદિકؑ નો વિસાલનો દિવસ નથી.
ઇમામ જાફર સાદિકનો વિસાલ 15 શવ્વાલ 148 હિજરીમાં થયો હતો. (તારીખ ની રિવાયત મુજબ). 22 રજબ નો ઉલ્લેખ કઈ પણ પ્રાચીન અને આધિકૃત ઇસ્લામિક કિતાબમાં સ્પષ્ટ રીતે નથી. શિયા સમુદાયમાં 22 રજબ ઇમામ જાફર સાદિકؑ ના ઇસાલે સવાબ માટે ખીર કૂંડા ના રૂપે મનાવવામાં આવે છે.
શું 22 રજબ એ હઝરત મુઆવિયાؓ ના વિસાલ નો દિવસ છે? શું 22 રજબ શિયાઓ હઝરત મુઆવિયા ની વફાત ની ખુશી મનાવે છે?
આ દાવો સંપૂર્ણપણે અસત્ય છે.
22 રજબ ને હઝરત મુઆવિયાؓ ના વિસાલનો દિવસ કહેવામાં આવે છે, પણ એ વિશે સંપૂર્ણ એકમત નથી.
મુખ્ય ઐતિહાસિક કિતાબો:
1. અલ બિદાયા વન નીહાયા (ઇબ્ન કસિર):
2. તારીખ તબરી (ઇમામ તબરી):
3. અલ કામિલ ફી તારીખ (ઇબ્ન અશીર):
રજબ 60 હિજરી માં હઝરત મુઆવિયા નો વિસાલ નો ઉલ્લેખ છે પણ ખાસ તારીખ 22 રજબનો ઉલ્લેખ કોઈ માં પણ નથી.
આ વિવાદો અને દાવાઓના મૂળ ફિર્કાવાદી વિચારધારાઓ માં છે.
નિષ્કર્ષ:
શિયા અને કેટલાક સુન્ની સમુદાય માં ખીર કૂંડા ની નિયાજ હઝરત મુઆવિયા ની વફાત ની ખુશી માટે નહી પરંતુ તે એક સાંસ્કૃતિક અને ઇમામ જાફર સાદિક ના ઇસાલે સવાબ માટેની પરંપરા છે. આ પરંપરા ભારતીય ઉપખંડ માં પ્રચલિત છે બીજે ક્યાંય નથી. ઇસાલે સવાબ, નજરો નીયાજ સુધી ઠીક છે પણ એમાં થતાં અમુક કુરિવાજો ને શરિયત થી કોઈ લેવા દેવા નથી. નીયાજ, ફાતેહા, તિલાવત, દુઆ વિગેરે મુસ્તહબ અમલ છે કે જે ફર્ઝ કે વાજીબ નથી. નાં કરનાર ગુનેહગાર નથી. ફાતેહા ખીર પૂરી સિવાય કોઈ પણ હલાલ ખાવા પીવા પર આપી શકાય છે, માટી નાં કૂંડા સીવાય કોઈ પણ વાસણો માં મૂકી શકાય છે, બીજા કોઈ નાં ઘરે લઇ જઇ શકાય છે.
વલ્લાહુ આલમ વ રસુલૂહુ આલમ