
🕋 ઝુલ-હિજ્જાના ૧૦ દિવસોની ફઝીલત 🌙
📅 ઝુલ-હિજ્જાના પહેલા ૧૦ દિવસો સૌથી વધુ મુબારક દિવસોમાં ગણાય છે. આ દિવસોની અગત્યતાને લઈને કુરઆન અને હદીસોમાં ઘણાં ફજિલત વર્ણવાયા છે.
🕌 કુરઆનની શહાદત:
> “વલ-ફ્જર, વ–લયલીન અશર”
(સૂરહ ફજર: 1-2)
અલલાહ તઆલા એ કુરઆનમાં કસમ લીધી છે “સવાર”ની અને “દસ રાતોની”, કેટલાક મુફસીરીન આ આયતો નો અર્થ ૧૦મી ઝુલ-હિજ્જાની સવાર તરીકે કર્યો છે, અને દસ રાતો ઝુલ-હિજ્જા મહિનાની પહેલી દસ રાતોનો ઉલ્લેખ કરે છે.
જેમને અલ્લાહ સર્વશક્તિમાનએ વિશેષ ફઝીલત આપી છે, અને તેમાં જ ઇબાદતનો મોટો બદલો રહેલો છે.જે ઝુલ-હિજ્જાના પહેલા દસ દિવસો છે. કુરઆનમાં કસમ ફક્ત એ જ વસ્તુની લેવાય છે કે જે ખૂબ જ મહત્વપૂર્ણ હોય!
🌟 હદીસોની રોશની:
📌 રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ફરમાવે છે:
> “ઝુલ-હિજ્જાના આ દસ દિવસોમાં કરેલા અમલ અલલાહને સૌથી વધુ મહેબૂબ છે.”
(બુખારી: 969)
📌 રોજા:
જે કોઈ વ્યક્તિ આ દસ દિવસોમાં રોજા રાખે, ખાસ કરીને આઠમુ (યૌમુ તરવિયા) અને નવમુ (યૌમુ અરફા) ના રોજા રાખે, તો તેનું મોટું સવાબ છે.
📌 યૌમુ આરફા (9મી ઝુલ-હિજ્જા):
આ દિવસનું રોજું ગુનાહો ને માફ કરાવે છે.
“આગલા વર્ષ અને ગયા વર્ષના ગુનાહો નો કફ્ફરો થાય છે.” (મુસ્લિમ: 1162)
📌 દસમી ઝુલ-હિજ્જા, ઈદ ઉલ અદહા (યૌમુન નહેર):
કુર્બાનીનો દિવસ, ઈબ્રાહીમ અલૈહિસ્સલામની સુન્નત પર અમલ કરીને ઇખલાસ થી અલ્લાહ તઆલા માટે કુરબાની આપવામાં આવે છે.
🕋 હજના દિવસો:
હજનું મહાન અરકાન – અરફા, મુઝદલિફા, મીના, તવાફ, કુરબાની આ દસ દિવસોમાં સમાય છે. આ દિવસે લાખો મુસલમાનો હજ અદા કરે છે.
📿 શું કરવું જોઈએ આ દસ દિવસોમાં?
✅ નમાઝ, તહજ્જુદ, દુઆ અને તિલાવત
✅ નફલી રોજા
✅ તસબીહ, ઝિક્ર ખાસ કરીને “સુબહાનલ્લાહ, અલ્હમદુલિલ્લાહ, લા ઇલાહ ઇલ્લલ્લાહ, અલ્લાહુ અકબર”
✅ સદકા-ખૈરાત
✅ કુર્બાની
📣 ચલો, આ દસ દિવસોને વધુમાં વધુ નફા ઉપાડી લઈએ!
એમાં દિલથી ઈબાદત કરીએ, તૌબા કરીએ અને અલલાહની ખાસ રહમત હાસિલ કરીએ!