Eid gift for Kids – New clothes for Eid ul Fitr 2035

Paigame Saiyed Charitable TrustSocial Activities Eid gift for Kids – New clothes for Eid ul Fitr 2035
0 Comments

ઈદના કપડાં – નાનકડા બાળકો માટે ખુશીની ભેટ

ઈદ ખુશી અને મહોબ્બતનો તહેવાર છે, ખાસ કરીને નાનકડા બાળકો માટે. તેઓના ચહેરા પર હાસ્ય અને ખુશી લાવવી એ અમારું લક્ષ્ય છે. પૈગામે સૈયદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ગરીબ અને જરૂરતમંદ બાળકો માટે ઈદના નવા કપડાં વિતરણની વ્યવસ્થા કરવામાં આવે છે.

આ વર્ષે પણ અમારી ટીમ સક્રિય થઈ ગઈ છે. અમે વેપારીઓ ને મળીને ઊત્તમ ગુણવત્તાવાળા કપડાંની પસંદગી કરી છે, જેથી નાના બાળકો માટે આ તહેવાર યાદગાર બની રહે. ઈનશા અલ્લાહ, ઈદ પહેલાં પહેલા કપડાંનું વિતરણ પુરૂ થઈ જશે.

આ નેક કાર્યમાં આપ સૌ પણ જોડાઓ!
✨ વધુમાં વધુ ઝકાત, સદકાત અને લિલ્લાહની રકમ અદા  કરી સવાબ કમાવો.
✨ નાનકડાં ચહેરાઓ પર ખુશી ફેલાવો.
✨ ઈદની ખરેખર ખુશી વહેંચો.

📞 સંપર્ક માટે:
સમીર ભાઈ – 8306097617