કુરાન તિલાવત કરનાર માટે શિફારિશ 📜 હદીસ (મુસ્લિમ 804): “કુરાન ની તિલાવત કરો, કારણ કે તે કિયામતના દિવસે તેના પઢનારા માટે શિફારિશ કરશે.” અર્થ: જીવનભર કુરાનનો તિલાવત કરનારા માટે કુરાન કિયામતના દિવસે રહમત અને સુકુન લાવે છે. 🙏
માતા-પિતાને સન્માન 📜 મુસ્નદ અહમદ (6626, સહિહ): જે વ્યક્તિ કુરાન ની તિલાવત કરે, તેને યાદ કરે અને તેના હલાલને હલાલ અને હરામને હરામ માને, તેને અલ્લાહ કિયામતના દિવસે યાદ કરાવશે, અને તેને એક તાજ પહેરાવવામાં આવશે, જેનો પ્રકાશ સૂર્યના પ્રકાશ જેવો હશે. અને તેના માતા-પિતાને બે કપડા પહેરાવવામાં આવશે, જે સમગ્ર દુનિયા કરતાં વધુ મૂલ્યવાન હશે. તેઓ પૂછશે: ‘અમને આ કેમ પહેરાવવામાં આવ્યું?’ તેમને જવાબ મળશે: ‘તમારી ઓલાદ ના કુરાનના ઈલ્મ અને અમલના કારણે.
🛡️ કબરના અઝાબ થી રક્ષણ
📜 હદીસ (તીર્મીઝી 2890): “સુરહ અલ-મુલ્ક કબરના અઝાબ થી બચાવનાર છે.” અર્થ: નિયમિત સુરહ અલ-મુલ્કના તિલાવત થી, મૃત્યુ પછી કબરના અઝાબ થી હિફાઝત થાય છે. ✨