અલહમ્દુલિલ્લાહ રમઝાન રેશન કિટ વિતરણ ૨૦૨૫ નું પ્રોગ્રામ સરસ રીતે સમાપ્ત થયું. દરવર્ષની જેમ આ વર્ષે પણ લક્ષ્ય પૂર્ણ થયું છે. થોડીક ઈમર્જન્સી કિટ સિવાય પ્રોગ્રામ પૂરું થયું.
પૈગામે સૈયદ ચેરીટેબલ ટ્રસ્ટની રેશન કિટની સમગ્ર ટીમનો તહે દિલથી શુક્રિયા. ખાસ કરીને રેશન કિટ સેન્ટરના મુખ્ય વ્યક્તિ હારૂન ભાઈનો ખૂબ ખૂબ આભાર, જેમના ઘરે થી ગયા મહિને થી હોસ્પિટલમાં દાખલ છે. તેમના માટે ખાસ શિફા ની દુઆ ની બધા ને ગુઝારિશ. એવા સમયે પણ એમણે આ પ્રોગ્રામ સારી રીતે સંભાળ્યું, એ બદલ અલ્લાહ તઆલા એમને ખૂબ અઝરે અઝીમ આપે.
તેમજ ગ્રાઉન્ડ ટીમના સમીરભાઈ, હનીફભાઈ, ઇકબાલભાઈ અને અન્ય સભ્યોનો પણ સરસ સહકાર રહ્યો. અને તમામ સખી હઝરત કે જેમણે એમાં તાઉન કર્યું બધાને દિલથી શુક્રિયા. અલ્લાહ તઆલા બધા નાં નેક અમલ કબૂલ કરે. આમીન.
હવે ઈનશા અલ્લાહ ફિતરાની કિટ માટે આયોજન કરવામાં આવશે. તેની માહિતી ટૂંક સમયમાં આપશું.