

પૈગામે સૈયદ ચેરિટેબલ ટ્રસ્ટ : માત્ર શૈક્ષણિક અને તાત્કાલિક તબીબી સહાય જ નહીં, જીવન ગુજરાન માટે વ્યવસાય સહાય પણ!
પૈગામે સૈયદ ચેરિટેબલ ટ્રસ્ટ અનેક સમયથી જરૂરતમંદ લોકોની વિવિધ રીતે સહાય કરી રહ્યું છે. સામાન્ય રીતે ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે અને તાત્કાલિક તબીબી જરૂરિયાતો માટે અને રાશન કીટ આપવામાં આવે છે. પરંતુ, જરૂરિયાતો પ્રમાણે વ્યવસાય માટે પણ સહાય કરવામાં આવે છે.
હાલમાં એક એવો કેસ સામે આવ્યો હતો જેમાં એક જરૂરતમંદ વ્યક્તિને પોતાનું ઘર ચલાવવા માટે પેડલ રીક્ષા ની જરૂર હતી એના સિવાય પરિવારનું ગુજરાન મુશ્કેલ બની ગયું હતું.
જ્યારે આ વ્યક્તિએ પોતાની હાલત ટ્રસ્ટ સુધી પહોંચાડી, ત્યારે ટ્રસ્ટે તેની પરિસ્થિતિને સમજીને તે વ્યક્તિને એક પેડલ રીક્ષા આપવા માં આવી જેથી તે પોતાનું ઘર મેહનત કરી ચલાવી શકે અને કોઈ પર નિર્ભર ન રહેવું પડે.
આ રીતે, પૈગામે સૈયદ ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર શિક્ષણ અને તબીબી સહાય સુધી જ સીમિત નથી, પણ સમાજના દરેક સ્તરના લોકોની આર્થિક રીતે સ્થીરતા મેળવવા માટે પણ મદદ કરે છે.
રમઝાન માસ સિવાય પણ આપ આપની ઝકાત સદકાત લીલ્લાહ રકમ ટ્રસ્ટ માં જમા કરી ને સાચા જરૂરતમંદ સુધી મદદ પહોચાડી શકો છો.