Bachhon ki Eid 2025 – Eid ul Fitr – Gift for kids

Paigame Saiyed Charitable TrustSocial Activities Bachhon ki Eid 2025 – Eid ul Fitr – Gift for kids
0 Comments

પૈગામે સૈયદ ચેરિટેબલ ટ્રસ્ટ – બચોં કી ઈદ

પૈગામે સૈયદ ચેરિટેબલ ટ્રસ્ટ દર વર્ષે એક સુંદર પહેલ કરે છે – ગરીબ અને જરૂરતમંદ પરિવારોના નાનકડા બાળકો માટે ઈદના નવા કપડા આપે છે. કારણ કે ઈદ બાળકો માટે ખુશીનું તહેવાર છે. જયારે એ નાનાં ચહેરાઓ પર એક ઝગમગતી સ્માઈલ જોઈ લો, તો તેના સમક્ષ બીજી કોઈ પણ ખુશીની વસ્તુ ન હોય. અલ્લાહે જેમને અઢળક આપ્યું છે એમના બાળકો ઈદ માં દરેક જીદ પોતાના વાલીઓ જોડે પૂરી કરાવે છે. પણ જેમના જોડે નથી એમની ઈદ કેવી હોય છે ? આ એહસાસ પણ કરવું જરૂરી છે.

૩૦ રોઝા ઇબાદત કરી ને જે ખુશી નો દિવસ છે એ ઈદ ઉલ ફિત્ર છે. ફિત્રો પણ એક સદકો છે. સદકાહ આપશો તો જ ઈદ થશે. તમારી ઇબાદત પણ ઝમીન આસમાન વચ્ચે લટકે છે જ્યાં સુધી તમે સદકાહ એ ફિત્ર અદા ન કરો. ઈદ ની નમાઝ પેહલા પેહલા તો કરી જ દો જેથી ગરીબ નાં ઘર માં પણ ઈદ થાય. આ છે ઈદ ના તેહવાર નું અસલ મકસદ.

અમે ખરેખર માનીએ છીએ કે તમારા જેવા સખી લોકોની મદદથી આ કાર્ય વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે. તેથી, તમને નમ્રતાપૂર્વક અપીલ કરીએ છીએ કે તમે આ નેક કાર્યમાં અમારી સાથે જોડાઓ અને તમારા યોગદાન દ્વારા તમારાં હિસ્સાની નેક કમાણી માં થી દાન કરો. ઝકાત સદકાત લીલ્લાહ રકમ ના અસલી હકદાર આ જ લોકો છે.

“એક નાનકડું યોગદાન પણ કોઈના ચહેરા પર મોટી સ્મિત લાવી શકે.” શું તમે અમારું સાથ આપશો?

૫૦, ૧૦૦, ૨૦૦ જે તમારી ખુશી થી આપશો અને આ નાનકડા બાળકોને જે ખુશી પહોંચશે એ તમારા જીવન માં પણ અલ્લાહ તઆલા એનું અઝર આપશે.

QR કોડ સ્કેન કરીને અથવા બેંક ડિટેલ્સ દ્વારા પણ પેમેન્ટ કરી શકો છો.

જઝાકલ્લાહ…..