જે લોકો માત્ર ગુટખા, તમાકુ અથવા સિગારેટના કારણે રોઝા નથી રાખતા, તેઓ પોતાનો ઈમાન કેટલું કમઝોર છે તે બતાવે છે.
🔹 શું તમારું ઈમાન એટલું નબળું છે કે તમાકુ વિના તમે એક દિવસ પણ રહી શકતા નથી?
🔹 તમારા શારીરિક આરોગ્ય અને રૂહાની જીવન માટે તમાકુ છોડી દો – હમણા જ નિર્ણય લો!
રમઝાનમાં ગુટખા, તમાકુ અને સિગારેટ સરળતાથી છોડી શકાય છે.
રમઝાન પવિત્ર મહિનો છે, શારીરિક અને આત્યાત્મિક શુદ્ધિનો સમય. જો તમે ગુટખા, તમાકુ અથવા સિગારેટની આદત છોડવા ઇચ્છો છો, તો આ મહિનો એ શ્રેષ્ઠ તક છે.
આ રમઝાન તમારું જીવન બદલવાનો અવસર છે.
રમઝાન દરમિયાન ઘણી વ્યક્તિઓ ગુટખા, તમાકુ, સિગારેટ વગેરે છોડે છે, પણ રોઝા બાદ ફરી પાછા એ જ આદત તરફ વળી જાય છે. જો તમે કાયમી રીતે વ્યસન છોડવા માંગતા હો, તો નીચેના ઉપાયો અજમાવો:
1. મજબૂત નિશ્ચય (નિયત) અને માનસિક તૈયારી
તમારે સ્વતઃ નક્કી કરવું પડશે કે તમારે આદત છોડવી જ છે.
તમારું ઉદ્દેશ્ય લખી રાખો અને રોજે-રોજ તે વાંચો. અલ્લાહ થી દુઆ કરો અને ઝિક્ર કરતા રહો. ઝિક્ર કરવા માટે મોઢું દુર્ગંધ થી પાક હોવું જોઈએ.
2. ધીરે-ધીરે દૂર થવાનો પ્રયાસ કરો
એકદમ છોડવાને બદલે ધીમે ધીમે માત્રા ઓછી કરો.
તમાકુ/ગૂટખા/સિગારેટ જ્યારે બહુ જ જરૂરિયાત લાગે, ત્યારે અન્ય કોઈ આરોગ્યપ્રદ વિકલ્પ શોધો.
3. વ્યસ્ત રહો અને ટેવ બદલો
નવા શોખ અપનાવો જેમ કે કસરત, વાંચન, અથવા કોઈ નવી કળા શીખવું.
તમાકુની ઈચ્છા થાય ત્યારે પાણી પીવો અથવા એલચી, લવિંગ, ડ્રાય ફ્રૂટ ચાખો.
4. શારીરિક તંદુરસ્તી પર ધ્યાન આપો
તમાકુ છોડ્યા પછી આરોગ્ય સુધરતું જોવા મળશે, જેને પ્રેરણા તરીકે લો.
5. દિન અને ઈમાનની તાકાત લો
નમાઝ અને તિલાવત (કુરઆન પઢવું) દ્વારા માનસિક શાંતિ મેળવો.
સ્વયંને યાદ અપાવો કે વ્યસન માત્ર શરીર માટે નહીં, પણ ઈમાન માટે પણ નુકસાનકારક છે. જેના કારણે રોઝા જેવી અઝીમ ઇબાદત થી વંચિત છીએ.
6. પરિવાર અને મિત્રોનું સમર્થન લો
વ્યસન છોડવા માટે પરિવાર અને નિકટના લોકો પાસે મદદ માગો.
વ્યસની મિત્રોની સાથે ઓછો સમય વિતાવો.
👉 રમઝાન માત્ર એક મહિનો નથી, પરંતુ એક નવી અને શુદ્ધ જીવનશૈલી શરૂ કરવાની તક છે. તમાકુ અને વ્યસનથી દૂરી રાખીને એક આરોગ્યપ્રદ અને ઇમાનદાર જીવન અપનાવો!