Ramzan Mahina ni Fazilat – Ramzan Mahino kem Khas chhe ? – Ramadan Karim Fazilat in Gujarati

Paigame Saiyed Charitable TrustRamdan Fazilat Hadis Ramzan Mahina ni Fazilat – Ramzan Mahino kem Khas chhe ? – Ramadan Karim Fazilat in Gujarati
0 Comments

રમઝાન મહિનો કેમ ખાસ છે?

👉 આ મહિનામાં કુરઆન નો નઝૂલ થયો

➤ રમઝાન એ મહિનો છે, જેમાં કુરઆન મજીદ નાઝીલ (ઉતારવામાં આવ્યું) થયો.
➤ સુરા બકરા (2:185) માં અલ્લાહ ફરમાવે છે:
“રમઝાન એ મહિનો છે, જેમાં કુરઆન ઉતારવામાં આવ્યું, જે લોકો નાં માટે માર્ગદર્શન છે અને (હક-બાતિલ) ની તફાવત કરાવનાર સ્પષ્ટ પુરાવો છે.”
➤ કુરઆન શબ-એ-કદ્ર (લૈલતુલ કદ્ર) ની રાતે સમ્પૂર્ણ લૌહે મહફૂઝ (અલ્લાહ પાસે) થી આસમાને દુનિયામાં ઉતારવામાં આવ્યું. (સુરા અલ-કદ્ર 97:1)
➤ પછી 23 વર્ષમાં ધીરે-ધીરે નબી (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) પર જિબ્રઈલ (અલૈહિસ્સલામ) દ્વારા ઉતારવામાં આવ્યું.


👉 શબ-એ-કદ્ર (લૈલતુલ કદ્ર) ની રાત – 1000 મહિના કરતા શ્રેષ્ઠ

➤ શબ-એ-કદ્ર આ મહીનાની સૌથી મૂલ્યવાન રાત છે.
➤ કુરઆનમાં (સુરા અલ-કદ્ર 97:3) કહેવામાં આવ્યું છે:
“લૈલતુલ-કદ્ર (શબ-એ-કદર) 1000 મહિના કરતા શ્રેષ્ઠ છે.”
➤ 1000 મહિના = 83 વર્ષ અને 4 મહિના એટલે કે એક આખી જીંદગી ની ઇબાદત કરતા પણ શ્રેષ્ઠ.
➤ આ રાત રમઝાનની છેલ્લી 10 રાતોમાં (તાક રાતો– 21, 23, 25, 27, 29) માં હોય છે.

👉 રમઝાનમાં જન્નતના દરવાજા ખૂલી જાય છે

➤ હઝરત અબુ હુરૈરા (રજી.) થી રિવાયત છે કે નબી (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ કહ્યું:
“જ્યારે રમઝાન આવે છે, ત્યારે જન્નતના દરવાજા ખોલી દેવામાં આવે છે, દોઝખના દરવાજા બંધ કરી દેવામાં આવે છે, અને શયતાનોને બાંધી દેવામાં આવે છે.” (સહીહ બુખારી: 1899, સહીહ મુસ્લિમ: 1079)

➤ આ મહિના માં અલ્લાહની બંદગી અને તૌબા કબૂલ થવાની વધુ તકો હોય છે.

👉 ગુનાહોની માફી અને રોજા રાખનારા માટે ખાસ ઈનામ

➤ હઝરત અબુ હુરૈરા (રજી.) થી રિવાયત છે કે નબી (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ કહ્યું:
“જે વ્યક્તિ ઇમાન અને સવાબ ની આશા સાથે રોઝા રાખે, તેના આગલા બધા ગુના માફ કરી દેવામાં આવશે.” (સહીહ બુખારી: 38, સહીહ મુસ્લિમ: 760)

➤ રમઝાનના રોજા એ ખાલી ભૂખ અને તરસ માટે નથી, પણ આત્મિક શુદ્ધિ માટે છે.

👉 ફિતરા – ગરીબો માટે ખુશી લાવવાનો મહિનો
➤ રમઝાનના અંતે સદકાતુલ-ફિત્ર (ફિતરા) ફરજ છે.
➤ હર એક મુસ્લિમ પર જે સક્ષમ છે, તે ગરીબોને ફિતરા આપે.
➤ ફિતરા આપવામાં આવે તેથી ગરીબ લોકો પણ ઈદની ખુશીમાં સામેલ થઈ શકે.