કોને ફિદિયા આપવાની છૂટ છે?
ફિદિયા (રોજા ન રાખી શકનારા માટે અમલ)
જે લોકો રોજા ન રાખી શકે અને બાદમાં પણ કઝા તરીકે ન રાખી શકે, તેઓ ફિદિયા ચૂકવી શકે છે.
➤ કુરઆન – સુરાહ અલ-બકરા (2:184)
“આ ગણાયેલા (નિર્ધારિત) દિવસો છે. તો જો તમારા માં થી કોઈ બીમાર હોય અથવા મુસાફરીમાં હોય, તો તે અન્ય દિવસોમાં (રોજાની) કઝા (ભરપાઈ) કરે. અને જે લોકો (શારીરિક રીતે) રોજા રાખવાની ક્ષમતા ન રાખતા હોય, તેઓએ એક ગરીબને ખવડાવવાનું ફિદિયા (બદલો) આપવું જોઈએ. અને જે વ્યક્તિ પોતાની તરફથી વધુ નેકી (વધારે ફિદિયા) આપે, તે તેના માટે વધુ સારું છે. અને જો તમે જાણતા હોત, તો (તમારા માટે) રોજા રાખવું વધુ સારું છે.”
👉કોણ ફિદિયા આપશે ?
➤ અત્યંત વૃદ્ધ (અશક્ત) વ્યક્તિ, જે ક્યારેય રોજા રાખી ન શકે.
➤ કોઈ ગંભીર બીમારી વાળો, જે ક્યારેય ઠીક ન થઈ શકે.
➤ અજાણ્યા અવધિ સુધી બીમાર વ્યક્તિ, જો રોજા રાખશે તો બીમારી વધી જવાનું ભય હોય, જો ડોક્ટર કહે કે તે રોઝા રાખી નહીં શકે.
➤ નોટ: સામાન્ય બીમારી કે જેમાં રોજ દવાઓ લેતી વ્યક્તિ જો શહેરી અને ઇફ્તાર માં દવા લઈ ને રોજા રાખી શકે એવી વ્યક્તિ ફિદિયા ના આપી શકે.
➤ નોટ: ગર્ભવતી અને દૂધ પીવડાવા વાળી માતા, જેમાં શરૂઆત નાં દિવસો હોય અને રોજા રાખવાથી બાળક ને કોઈ અસર ના પડતી હોય તો એવી ઔરત રોજા રાખે, અથવા કોશિશ કરે કે છૂટેલા રોઝા ની કઝા (એટલે કે રમઝાન પછી) કરે. પણ ગર્ભાવસ્થા માં અથવા દૂધ પીવડાવા ના સમય ખૂબ જ કમઝોર હોય અને ડોક્ટરે સલાહ આપી હોય રોજા ન રાખવાની અને બાળક ને અસર પડતી હોય એવી ઔરત જે ૨-૩ વર્ષ (ગર્ભાવસ્થા અને દૂધ પીવડાવા નો સમય) ના રોજા ની કઝા પણ ન કરી શકે એ ઔરત ફિદિયા આપી શકે છે.
👉ફિદિયા શું આપવું?
➤ દરેક રોઝા માટે એક ગરીબને એક વખત પૂરતું ભોજન આપવું.
➤ અનાજ, રાશન માં કોઈ પણ ખાવા પીવા ની વસ્તુ.
➤ અથવા એટલી જ કિંમતનું પૈસા આપવાનું પણ જાઈઝ છે.
➤ ફિદિયા નીકાળવાનો અંદાજ:
એક વખત નું પૂરતું ભોજન (સારું) ૫૦ થી ૬૦ રૂપિયા માં આજ નાં ટાઈમ પ્રમાણે થાય. ૩૦ દીવસ નાં રોજા પ્રમાણે ૧૫૦૦ થી ૧૮૦૦ રૂપિયા સુધી થાય.
રમઝાન કરીમ રાશન કીટ વિતરણ પ્રોગ્રામ માં પૈગામે સૈયદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વાર સારું અને ઉચ્ચ ગુણવત્તા વાળુ રાશન કીટ કે જેમાં નાના પરિવાર ને મહિના ભર નું અનાજ રાશન થઈ રહે એ વિતરણ કરવા માં આવે છે. જેની કિંમત ૨૦૦૦ રૂપિયા છે. એના સિવાય પણ તમે ગમે તેટલી રકમ અદા કરી શકો છો.
👉 ફિદિયા કયા લોકો ને આપવું?
➤ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને.
➤ જે લોકોને જકાત, સદકાત મળે, તેઓ ફિદિયા પણ લઈ શકે.
➤ સૈયદ સાદાત, આલે નબી ને ઝકાત સદકાત આપવું હરામ છે તો એમને લીલ્લાહ રકમ આપી ને મદદ કરવી. અમારા દ્વારા પણ કરી શકો છો.
➤ સૌ પેહલા પોતાનાં પરિવારમાં ગરીબ સગાં-વહાલાં હોય, પોતાના વિસ્તારમાં કોઈ જરૂરતમંદ હોય તો તેમને આપો એમાં બે ગણો સવાબ છે. પછી કોઈ પણ જરૂરિયાતો ને મદદ કરતી સંસ્થા ને આપો.
Fidiyo kone aapi shakay ?
Roza nu fidiyo ketlu hoy?
Roza na fidiya vishe mahiti
Ramzan na chhutela roza na fidiya vishe gujarati ma mahiti