3rd Ramadan Kareem – Yaume Visal Fatimah binte Rasulullah – Virtues of Fatimah – Prophet Muhammad’s Daughter – Fatimah binte Rasulullah vishe mahiti Gujarati ma

Paigame Saiyed Charitable TrustIslamic Personality 3rd Ramadan Kareem – Yaume Visal Fatimah binte Rasulullah – Virtues of Fatimah – Prophet Muhammad’s Daughter – Fatimah binte Rasulullah vishe mahiti Gujarati ma
0 Comments

ફાતિમા બિન્તે મુહંમદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) વિષે થોડીક જાણકારી મેળવીએ

આજ ૩ રમઝાન કરીમ એમનું યોમે વિસાલ નું દિવસ છે.

નબી કરીમ ની બેટી ફાતિમા (સલામુલ્લાહ અલયહા) ની ફઝીલત – કુરઆન અને હદીસ દ્વારા

કુરઆન શરીફ માં

જોકે ફાતિમા (સલામુલ્લાહ અલયહા) નું નામ કુરઆનમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખાયેલું નથી, પરંતુ કેટલીક આયતો તેમના અને તેમના પરિવારમાં (એહલે બૈત) સમાવેશ કરે છે:

1. સૂરહ અહઝાબ (33:33) – પવિત્રતા ની આયત

“અલ્લાહ ઇચ્છે છે એ (રસુલ ﷺ ના) અહલુલ બૈત! તમારાથી પ્રત્યેક પ્રકારના પાપ અને અશુદ્ધિના દાગને દૂર કરે અને તમને સંપૂર્ણ પવિત્રતા દ્વારા સંપૂર્ણપણે શુદ્ધ અને પાક બનાવી દે.”

આ આયત (આયત અલ-તતહીર) અહલુલ બૈત માટે છે, જેમાં **ફાતિમા (રઝિ.), અલી (રઝિ.), હસન (રઝિ.), અને હુસૈન (રઝિ.)**નો સમાવેશ થાય છે. (સહીહ મુસ્લિમ 2424)



2. સૂરહ અલ-ઇન્સાન (76:8-9) – જરૂરતમંદોને ખોરાક આપવા નું પુણ્ય

“અને તેઓ પોતાનું ખોરાક ગરીબ, અનાથ અને કેદીઓ ને આપે છે, [કહે છે] ‘અમે ફક્ત અલ્લાહની ખુશી માટે તમને ખોરાક આપીએ છીએ; અમને તમારાથી કોઈ બદલાની અપેક્ષા નથી.'”

આ આયત તેમના ફાતિમા (રઝિ.), અલી (રઝિ.) અને તેમના પુત્રો હસન હુસૈન વિશે ઉલ્લેખ કરવામાં આવી છે, જ્યારે તેઓ ત્રણ દિવસ ઉપવાસે રહ્યા હતા અને પોતાનું ખોરાક ગરીબોને આપ્યું હતું. (તફસિર અત્તબરી)


હદીસ શરીફ થી કેટલીક ફઝીલત

1. ફાતિમા (સલામુલ્લાહ અલયહા) જન્નત ની સ્ત્રીઓની સરદાર (સૈયદુનિશા) છે

નબી કરીમ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ)એ ફરમાવ્યું:
“ફાતિમા સ્વર્ગની મોમીન સ્ત્રીઓની સરદાર છે.” (સહીહ અલ-બુખારી 6285, સહીહ મુસ્લિમ 2450)

2. ફાતિમા (સલામુલ્લાહ અલયહા) નબી કરીમ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ)નો એક હિસ્સો છે

નબી કરીમ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ)એ ફરમાવ્યું:
“ફાતિમા મારો એક હિસ્સો છે, અને જે તેને નારાજ કરે, તે મને નારાજ કરે છે.” (સહીહ અલ-બુખારી 3767, સહીહ મુસ્લિમ 2449)

3. નબી કરીમ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) નું ફાતિમા (સલામુલ્લાહ અલયહા) માટે અનન્ય પ્રેમ

ઉમ્મુલ મુમીનીન સૈયિદા આયશા (રજિયલ્લાહુ અન્હા) કહે છે:

“મેં ફાતિમા (રજિયલ્લાહુ અન્હા) જેટલા પયગંબર મુહંમદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ના આચાર-વ્યવહાર, ચાલ-ચલન અને વાતચીતમાં મળતા કોઈને નહીં જોયા.”

હસન બિન અલી (રજિ.) દ્વારા રિવાયત માં છે કે
“જ્યારે ફાતિમા (રજિ.) પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) પાસે આવતા, ત્યારે પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ઊભા થઈને તેમનો ઇસ્તકબાલ કરતા, તેમનો હાથ પકડતા, ચૂમતા અને પોતાના સ્થાન પર બેસાડતા.

“તે જ રીતે, જ્યારે પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ફાતિમા (રજિ.) પાસે જતા, તો તેઓ (ફાતિમા) પણ ઊભી થઈને આપનું ઇસ્તકબાલ કરતી, તમારું હાથ પકડી બોસો આપતી અને પોતાના સ્થાન પર બેસાડતી.” (સુનન અબી દાઉદ 5217, જામી`અલ-તિરમિઝી 3872)

4. ફાતિમા (સલામુલ્લાહ અલયહા) પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ના વિસાલ પછી સૌ પ્રથમ વિસાલ ફરમાવશે

પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ)એ ફરમાવ્યું:
“તમે (ફાતિમા) મારા પરિવારમાંથી સૌ પ્રથમ મને મળશો (આ દુનિયા પછી).” (સહીહ અલ-બુખારી 4469)

5. ફાતિમા (રઝિ.) નું સાદગીભર્યું અને આસ્થાપૂર્ણ જીવન

હઝરત અલી (રજિયલ્લાહુ અન્હુ) કહે છે:
“સૈયિદા ફાતિમા (રજિયલ્લાહુ અન્હા) એ પયગંબર મુહંમદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) પાસે ફરિયાદ કરી કે ચક્કી પીસવાના કારણે તેમના હાથમાં દુખાવો થતો હતો. ત્યારબાદ, જ્યારે પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) પાસે કેટલાક ગુલામ (સેવકો) આવ્યા, ત્યારે ફાતિમા (રજિ.) તેમના પાસે ગયા, જેથી તે પોતાના માટે એક ખાદીમા (નોકર) માંગે. પરંતુ પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) તેમને મળ્યા નહીં, ત્યારે તેમણે સૈયિદા આયશા (રજિયલ્લાહુ અન્હા) ને આ વિશે જણાવ્યું.

“જ્યારે પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ઘેર આવ્યા, ત્યારે આયશા (રજિ.) એ તેમને જાણકારી આપી કે ફાતિમા (રજિ.) આવ્યા હતા અને ખાદિમ માગ્યો હતો. ત્યારબાદ, પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) અમારા (ફાતિમા) ઘરે આવ્યા, જ્યારે અમે પથારીમાં સુઈ ગયા હતા. જેમ જ તેઓ આવ્યા, ત્યારે અમે ઉભા થવાના હતા, પરંતુ પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ફરમાવ્યું:

‘તમારા જગ્યાએ જ રહો.’

“પછી પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) અમારા વચ્ચે બેસી ગયા, અહીં સુધી કે મેં તેમની પગની ઠંડક અનુભવી. ત્યારબાદ, પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ફરમાવ્યું:

‘શું હું તમને એવી વાત ન કહું, જે તમારા માગેલા ખાદિમ કરતા ઘણી વધુ ઉત્તમ છે?’

“જ્યારે તમે પથારીમાં સુવા જાઓ, ત્યારે ૩૩ વાર ‘સુબહાનલ્લાહ’, ૩૩ વાર ‘અલહમદુલિલ્લાહ’ અને ૩૪ વાર ‘અલ્લાહુ અકબર’ પઢો. (‘તસ્બીહ ફાતિમા’) આ તમારા માટે ખાદિમ રાખવા કરતા વધુ સારું રહેશે.” (સુનન અબી દાઉદ 5062, સહીહ અલ-બુખારી 3113)



ફાતિમા (રઝિયલ્લાહુ અન્હા) નો જન્મ મક્કા માં હિજરત નાં ૧૮–૧૯ વર્ષ પેહલા (605 CE ) આસપાસ થયો.

તેઓ પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) અને ખદીજાહ (રઝિ.) ની પુત્રી હતા.

તેમના બાળપણમાં પિતા પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) સાથે મુસ્લિમોના ઉપર થતા મુશરીકિન મક્કા ના ત્રાસને સહન કર્યું હતું.

2 હિજરી માં અલી ઇબ્ન અબી તાલિબ (રઝિ.) સાથે નિકાહ થયું.

પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ સાદગીભર્યા મહેર સાથે નિકાહ કરાવ્યા.

ફાતિમા (રઝિ.) ની સંતાનો માં:

1. હસન (રઝિ.)


2. હુસૈન (રઝિ.)


3. ઝૈનબ (રઝિ.)


4. ઉમ્મે કુલસુમ (રઝિ.)

પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ફરમાવ્યું:

“હસન અને હુસૈન જન્નત ના યુવાનોના સરદાર છે.” (સુનન ઇબ્ન માજાહ 118)

દુનિયા ને વિદાય

11 હિજરી (632 CE) માં પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ના વિસાલ પછી, ફાતિમા (રઝિ.) ખૂબ દુ:ખી થઈ ગયા હતા. છ મહિના પછી, ઉંમર આશરે 29 વર્ષની હતી, ત્યારે તેઓ પણ વફાત પામ્યા.

તેઓએ તેમના વફાત પહેલાં ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમની જનાઝા રાતે કરવામાં આવે જેથી કોઈ અજાણ્યા પુરુષો તેમનું દેહ ન જોઈ શકે. ફાતિમા (રઝિ) ની કબર શરીફ જન્નતુલ બકી માં છે. (જ્યારે પણ મદીના શરીફ ની હાજરી આપો તો બકી કબ્રસ્તાન ની જરૂર ઝિયારત કરો, એમની કબર ની નિશાન દેહી માટે ૯૯૯૮૦૩૧૩૭૨ પર સંપર્ક કરી ને માહિતી મેળવી શકો છો.)


ફાતિમા (રઝિયલ્લાહુ અન્હા) વિષે તમે વધુ વિગત મેળવવા માંગતા હોવ તો એમને જરૂર થી તમારા અભિપ્રાય આપજો ઇન્શાલ્લાહ રમઝાન પછી વિસ્તાર પૂર્વક સિરીઝ માં પોસ્ટ દ્વારા માહિતી આપવાની કોશિશ કરીશું. જ્ઝાકલ્લાહ

paigamesaiyed@gmail.com

+91 9998031372