Fazilat e Sha’ban – Virtues of the Sha’ban – Significance of the Month of Sha’ban – in Gujarati – Sha’ban Mahina ni Fazilat

Paigame Saiyed Charitable TrustUncategorised Fazilat e Sha’ban – Virtues of the Sha’ban – Significance of the Month of Sha’ban – in Gujarati – Sha’ban Mahina ni Fazilat
0 Comments

શાબાન મહિનાની ફઝીલત વિશે હદીસમાં ઘણું વર્ણન આવ્યું છે. નીચે કેટલીક મહત્વની હદીસો તેમના સંદર્ભો સાથે આપવામાં આવી છે:

1- શાબાન મહિનામાં અમલ અલ્લાહ તઆલા ની સમક્ષ રજૂ કરવામાં આવે છે

હઝરત ઉસામા બિન ઝૈદ (રજી.) કહે છે:
“મેં રસૂલુલ્લાહ ﷺ ને પૂછ્યું: યા રસૂલુલ્લાહ! હું જોઉં છું કે તમે શાબાનમાં એટલા વધુ રોઝા રાખો છો જેટલા કોઈ બીજાં મહીનામાં નથી રાખતા?”
ત્યારે રસૂલુલ્લાહ ﷺએ કહ્યું:
“આ એક એવો મહિનો છે જે રજબ અને રમઝાન વચ્ચે આવે છે, અને લોકો તેને અવગણે છે. આ મહિનો એવો છે જેમાં અમલ અલ્લાહ ની પાસે પેશ કરવામાં આવે છે, અને હું પસંદ કરું છું કે જ્યારે મારા અમલ રજૂ કરવામાં આવે ત્યારે હું રોજેદાર હોઉં.”

સુનન નસાઈ, 2359- મુસ્નદ અહમદ, મિશ્કાત

2- રસૂલુલ્લાહ ﷺ આ મહિનામાં વધુ રોઝા રાખતા

હઝરત આયશા (રજી.) કહે છે:
“મેં રસૂલુલ્લાહ ﷺ ને શાબાન થી વધુ રોઝા કોઈ મહીનામાં રાખતા નથી જોયા.”

સહીહ બુખારી,1969- સહીહ મુસ્લિમ

3- શાબાન – રમઝાનની તૈયારી માટેનો મહિનો

હઝરત અનસ બિન માલિક (રજી.) કહે છે:
“જ્યારે રસૂલુલ્લાહ ﷺ ને શાબાનના રોઝા વિશે પૂછવામાં આવ્યું તો આપ ﷺ એ કહ્યું:
‘આ મહિનો રમઝાન માટેની તૈયારી કરવાનો મહિનો છે, અને તેમાં અલ્લાહ તરફથી વધારાના નફલી રોઝાનો સવાબ આપવામાં આવે છે.”

શુઅબુલ ઈમાન – આ રિવાયત મોહદ્દિસો નજદીક કમજોર (જઇફ) છે

4- શાબાન – રસૂલુલ્લાહ ﷺ નો મહિનો

હઝરત અનસ (રજી.) થી રિવાયત છે કે
રસૂલુલ્લાહ ﷺ એ કહ્યું:
“શાબાન એ મારો મહિનો છે, અને રમઝાન એ અલ્લાહનો મહિનો છે. શાબાન એ લોકો ને શફાઅત આપવાનો મહિનો છે, અને રમઝાન પાપો નું કફારો આપવા નો મહિનો છે.”

શુઅબુલ ઈમાન, ફય્જુલ કદીર – આ રિવાયત મોહદ્દિસો નજદીક કમજોર (જઇફ) છે

શાબાન એક બરકતભર્યો મહિનો છે, જેમાં અમલો અલ્લાહની હાજરીમાં રજૂ કરવામાં આવે છે. તેથી, આ મહિને વધુ ને વધુ ઇબાદત કરવી, રોઝા રાખવા અને ગુનાહો થી માફી માગવી જોઈએ.


One thought on “Fazilat e Sha’ban – Virtues of the Sha’ban – Significance of the Month of Sha’ban – in Gujarati – Sha’ban Mahina ni Fazilat”

Comments are closed.