હઝરત આઇશા (રજિ.) ની ફઝીલત – કુરઆન અને હદીસ ની રોશની માં
કુરઆનમાંથી ફજિલત
1. સુરા અહઝાબ (33:6) – મોમિનોની માતા
> “નબી (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) મોમિનો માટે તેમની જાતથી પણ વધુ નજીક છે અને તેમની પત્નીઓ તેમની માતાઓ છે.”
આઇશા (રજિ.) સહિત પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ની બધી પત્નીઓ ‘ઉંમ્મુલ મુમિનીન’ (મોમિનોની મા) છે.
આથી, તેમની શીખવણી અને જીવન દરેક મોમિન માટે માર્ગદર્શક છે.
2. સુરા અૂર-નૂર (24:11-26) – હઝરત આઇશા (રજિ.) ની પાક દામની
મુનાફિકો (મુસ્લિમોના દુશ્મન) એ એકવાર હઝરત આઇશા (રજિ.) પર ખોટો આરોપ મૂક્યો, જેને “હદીસ-ઇફ્ક” કહે છે. અલ્લાહે ખૂદ આ આયતોમાં તેમની નિર્દોષતા જાહેર કરી. આ દર્શાવે છે કે હઝરત આઇશા (રજિ.) નું પવિત્ર જીવન અને ઉંચી પ્રતિષ્ઠા હતી.
—
હદીસમાંથી ફઝીલત
1. પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ની સૌથી પ્રિય પત્ની
અમ્ર બિન આસ (રજિ.) પૂછ્યું:
> “યા રસુલલ્લાહ! તમારે માટે સૌથી પ્રિય વ્યક્તિ કોણ છે?” પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) કહ્યું: ‘આઇશા (રજિ.).’” પછી તેમણે પૂછ્યું: “પુરુષોમાંથી કોણ?” તો પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ)એ કહ્યું: ‘આઇશા ના પિતા (અબી બકર).’” (સહીહ અલ-બુખારી 3662, સહીહ મુસ્લિમ 2384)
2. પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ની વિસાલ સમયે તેમની નજીક હતા
હઝરત આઇશા (રજિ.) કહે છે:
> “અલ્લાહે પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ના વિસાલ માટે મારા ઘરને પસંદ કર્યું. પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) મારા સીના પર આખરી શ્વાસ લીધો.” (સહીહ અલ-બુખારી 4449)
આ દર્શાવે છે કે પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) હઝરત આઇશા (રજિ.) સાથે કયા સ્તરે મુહબ્બત કરતા હતા.
3. ઇસ્લામમાં તેમના ઈલ્મ નું સ્થાન
અબુ મુસા અશ-અરી (રજિ.) કહે છે:
> “જ્યારે પણ અમને કોઈ સમસ્યા થતી, તો અમે હઝરત આઇશા (રજિ.) પાસે જતા અને તેમને સવાલ પૂછતા. અમે હંમેશા તેમની પાસે યોગ્ય જવાબો પામતા.” (સુનન તિરમિઝી 3883)
તેઓ ૨૨૦૦ કરતા વધું હદીસોની રિવાયત કરનાર હતાં.
તેઓ મોહીદ્દીસા (હદીસ વિદ્વાન) અને મુફાસ્સિરા (કુરઆન વિશ્લેષક) હતા.
મહિલાઓ માટે ધર્મશિક્ષણનું મોટું કેન્દ્ર હતા.
સૌથી વધુ ‘ફતવા’ આપનાર સહાબીઓમાં હતા.
ઇમામ ઝુહરી કહે છે: “જો તમામ ઉંમ્મહના વિદ્વાનોની જ્ઞાન એક તરફ મૂકી દેવામાં આવે અને હઝરત આઇશા (રજિ.) નું જ્ઞાન બીજી તરફ, તો તેઓનું જ્ઞાન ભારે પડી જશે.”
મહિલા શિક્ષણ અને વિજ્ઞાન માટે એક ઉદાહરણ રહ્યા.
પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ની જીવનશૈલી અને સુન્નતનું સંરક્ષણ: ઘણી સુન્નતો હઝરત આઇશા (રજિ.) મારફત મોંઢે રિવાયત થઈ.
—
3. પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) સાથે તેમનું જીવન
અલ્લાહના આદેશથી લગ્ન (સહીહ અલ-બુખારી 3895).
પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) તેમની સાથે રમતા પણ હતા (સહીહ મુસ્લિમ 2440).
હઝરત આયિશા (રજિ.) કહે છે:
> “એકવાર પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) અને મેં રેસ લગાવી, હું જીતી ગઈ. પછી બીજી વખત જ્યારે રેસ લાગી, ત્યારે તેઓ જીતી ગયા અને કહ્યું: ‘આ પેહલાંની જીતનો બદલો છે.’” (સુનન અબુ દાઉદ 2578)
જન્નતની બશારત
પયગંબર (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ફરમાવ્યું: > “તમે (હઝરત આઇશા) જન્નતમાં પણ મારા સાથી હો.” (મુસ્નદ અહમદ 26062)
આ દર્શાવે છે કે હઝરત આઇશા (રજિ.) ને જન્નતની બશારત મળી છે.