
ઇદની ખુશી – 150 થી વધુ બાળકો માટે નવા કપડાં અને ફિતરા કિટનું વિતરણ થશે ઇન્શાઅલ્લાહ
ઈદ નજીક આવતી જાય છે અને પૈગામે સૈયદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરતમંદ બાળકો માટે 150 થી વધુ નવા કપડાં આવી ગયા છે. અમારી ટીમ રાતદિવસ મહેનત કરી રહી છે જેથી દરેક બાળકના ચહેરા પર ઈદની ખુશી ઝગમગી ઉઠે.
દરેક સેવાકીય કાર્ય માટે અલગ-અલગ ટીમ કામ કરે છે.
બાળકોના કપડાં વિતરણ અને ફિતરા કિટના આયોજનમાં સમીરભાઈ અને તેમની પત્ની રૂબીનાબેનની અથાક મહેનત છે.
✅ બાળકોની યાદી બનાવવી
✅ ઉંમર મુજબ કપડાં માટે માપ નક્કી કરવું
✅ ગુણવત્તાવાળા કપડાં ખરીદવા માટે અલગ-અલગ જગ્યાએ જવું
✅ દરેક બાળક માટે ખાસ પેકિંગ તૈયાર કરવું
✅ ફિતરા કિટ માટે જરૂરી સામાન લાવવું અને પેકિંગ કરવું
✅ જરૂરતમંદ પરિવારો સુધી આ ખુશી પહોંચાડવી
આ બધી જ જવાબદારીઓ ખૂબ મહેનત અને સમર્પણ માંગે છે. અલહમ્દુલિલ્લાહ દર વર્ષે આ કાર્ય સફળતા સાથે પૂરું થાય છે.
📢 અમારી સૌને નમ્ર અપીલ
✨ આ પવિત્ર કામમાં વધારે દાન આપો અને સવાબ કમાઓ.
✨ સમીરભાઈ અને રૂબીનાબેન તથા મેઈન ટ્રસ્ટી સૈયદ મોહંમદ અવેશ, સૈયદ મારુફ હુસૈન અને ઇકબાલ ભાઈ પાટડિયા માટે દિલથી દુઆ કરો કે અલ્લાહ તઆલા તેમને આ કર્યા ની અઝર આપે અને કબૂલ કરે.
✨ ગરીબ બાળકો માટે ઈદની ખુશી બમણી કરવા માટે આપનો હિસ્સો પણ જરૂર થી નાખો.
📍 સંપર્ક માટે:
સમીર ભાઈ +91 8306097617



