
✦ પૈગામે સૈયદ ચેરીટેબલ ટ્રસ્ટ ✦
તમારી ઝકાત-સદકાત-લિલ્લાહ – એક તાલીમ ની રોશની સમાન!
પૈગામે સૈયદ ચેરીટેબલ ટ્રસ્ટ તમારાથી મળતી ઝકાત, સદકાત અને લિલ્લાહની રકમનો મોટો હિસ્સો ગરીબ અને જરૂરતમંદ વિદ્યાર્થીઓની ફી ભરવા માટે ઉપયોગ કરે છે. અમારું મિશન કદાચ મોટું નથી, પણ અમારું લક્ષ્ય ખૂબ સ્પષ્ટ છે – અમે પાછલાં ૮-૯ વર્ષ થી જે વિદ્યાર્થીઓ માત્ર આર્થિક મુશ્કેલીઓના કારણે ભણવાને રહી જાય છે, તેઓ ઓછામાં ઓછું 10મું કે 12મું પાસ કરી શકે અથવા ITI જેટલું ટેકનિકલ શિક્ષણ મેળવી શકે એના માટે સ્કૂલ ફીસ ભરીએ છીએ.
આજના સમયમાં પણ ઘણી બધી સરકારી અને ખાનગી નોકરીઓ 10-12 પાસ લોકો માટે ઉપલબ્ધ છે. જો આપણા સમાજના ગરીબ વર્ગના બાળકો એટલું પણ ન ભણે, તો તેઓ માત્ર ઓટો-રિક્ષા, લારીઓ કે છૂટક મજૂરીમાં જ જીવન ગાળશે. જેનાથી તેમનું આખું પરિવાર હંમેશા પાછળ જ રહી જશે. અમે ઈચ્છીએ છીએ કે આર્થિક રીતે કમજોર પરિવારોના બાળકો ઓછામાં ઓછી સ્કૂલની શિક્ષણયાત્રા પૂર્ણ કરી શકે.
તમારા સાથ અને સહકારથી ભવિષ્યમાં…
જો સમાજના સખી ધનવાન લોકો ખરેખર આ મિશનને સમજી અને સપોર્ટ આપે, તો ઇન્શાલ્લાહ! ભવિષ્યમાં અમે એન્જિનિયર, ડોક્ટર અને IAS-IPS જેવા વિદ્યાર્થીઓ માટે પણ મદદ કરી શકીશું.
100% ડોનેશન પોલિસી – તમારું દાન સીધું જ જરૂરતમંદ સુધી!
પૈગામે સૈયદ ચેરીટેબલ ટ્રસ્ટ સંપૂર્ણપણે પારદર્શક નીતિ સાથે ચાલે છે. તમારી આપેલી રકમ સીધી જ જરૂરતમંદ સુધી પહોંચે છે. કોઈ ઓફિસ ખર્ચ, કાર્યક્રમ ખર્ચ કે એડમિન ખર્ચ માટે ઉપયોગ થતો નથી.
આ રમઝાનમાં…
આ રમઝાનમાં તમારું યોગદાન સમાજના પાછળ પડેલા વર્ગને મજબૂત બનાવવામાં સહાયરૂપ બનશે. તમારી ઝકાત-સદકાત-લિલ્લાહ જરૂરતમંદો સુધી પહોંચાડવા માટે અમારી સાથે જોડાઓ.
▶️ તમારું નાનામાંથી નાનું યોગદાન પણ કોઈના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે.
▶️ ચાલો, ભણતરની રોશની દરેક ગરીબ ઘરમાં પહોંચાડીએ!
✦ આલ્લાહ તઆલા આપની ખૈરાત-સદકાત કબૂલ કરે અને દુગણું-ચોગણું અઝર અતા કરે. આમીન✦


